ભૂજ: કચ્છમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છના તત્કાલિક SP, DYSP, PSI સહિત ઇલેક્ટ્રોથર્મના માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2015 ના બનાવની ફરિયાદ કોર્ટના આદેશ બાદ CIDએ ફરિયાદ નોંધી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાંઆવી છે. 


પશ્ચિમ કચ્છ CIDએ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધી છે.  2015ના વર્ષનો આ બનાવ છે જેમાં સુપ્રિમના આદેશ બાદ CIDએ ફરિયાદ નોંધી છે. ફરિયાદીની ફરિયાદ ના લેવા બાબતે પોલીસ અધિકારીઓ સામે કેસ કરાયો છે. ફરિયાદીના અપહરણની ફરિયાદ પણ ના લેતા પોલીસ અધિકારીઓ સામે કેસ થયો છે. ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે. ગુજરાતના 2  IPS અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  ગુજરાતના 3 Dy.SP , એક PSI સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  બીજી તરફ, ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધાઈ છે.


વર્ષ 2015ના એક કેસમા પુર્વ કચ્છના પોલીસ અધિકારી સહિત 19 સામે ફરીયાદ નોંધાઈ છે.  બે પૂર્વ એસ.પી ભાવના પટેલ, જી.વી બારોટ સહિત 19 સામે ફરીયાદ નોંધાઈ છે. અપહરણ કરી મિલ્કત પચાવવાના કેસમા ફરીયાદ નોંધાઇ છે.  પૂર્વ ડી.વાય.એસ.પી સહિત અનેક સામે ફરિયાદ નોંધાઈ છે.  ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક સામે પણ ફરીયાદ નોંધાઈ છે.  કચ્છ બોર્ડર રેન્જ CID ક્રાઇમમા ફરીયાદ નોંધાઇ છે.  હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટમા ફરીયાદ બાદ આ મામલે CID ક્રાઇમે ફરીયાદ નોંધી છે.  વધુ તપાસ રાજકોટ રેન્જ CID ક્રાઇમને સોંપાઇ છે.  અંજારના મેધપરના ફરીયાદી પરમાનંદ લીલારામ શિરવાણીએ ફરીયાદ નોંધાવી છે.  


ભૂજ નજીકથી દેશી બંદૂક બનાવવાનું કારખાનું ઝડપાયું


 કચ્છ જિલ્લામાં અલગ-અલગ સ્થળેથી દેશી બંદૂક સાથે આરોપી મળી આવ્યાની ઘટના અનેક વખત સામે આવી છે.  ભુજ શહેરના જાહેર માર્ગેથી દેશી બંદૂકો બનાવવાનું કારખાનું મળી આવ્યું હોવાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ છે. પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે બાતમીના આધારે બંદૂક બનાવવાના કારખાનામાંથી સાધન સામગ્રી સાથે એક આરોપીને ઝડપી લેવાયા બાદ આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો છે.


એસઓજીના કર્મચારીઓ ગુનાની શોધમાં કાર્યરત હતા, તે દરમ્યાન પો.હે.કો. મદનસિંહ લાલુભા જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી. જે અન્વયે દરોડો પાડતા શહેરના દાદુપીર રોડ, ભીડગેટ બહારથી 41 વર્ષીય આરોપી અનસ ઉમર લુહાર ભુજવાળાના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો બનાવવાની સાધન-સામગ્રી મળી આવી હતી. રૂપિયા 4600ની સામગ્રી તથા રૂ.560ના બાર બોર ગનના જીવતા કારતુસ નંગ 04 એરગનના સીસાના શોર્ટસ, સીસાના ગોળ છરા મળી આવ્યા હતા. આરોપી વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે. ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.