ગાંધીનગર: રાજ્યમાં  વધી રહેલા કોરોના વાયરના કેસ અને મૃત્યુને કારણે લોકોમાં ભયનો માહોલ છે. ફરી લોકડાઉન લાગશે તેવી ચર્ચાને લઇ વેપારીઓથી લઇ લોકોને ચિંતા સતાવી રહી છે. ત્યારે આ વચ્ચે રાજ્યની છ મહાનગર પાલિકામાં લોકડાઉન લાગશે તેવો એક ફેક પત્ર વાયરલ થયો છે. આ ફેક વાયરલ પત્ર પર ગૃહ વિભાગ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે. 



 
અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર અને સુરતમાં ફરી લોકડાઉન લગાવવામાં આવશે તેવો ફેક પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે આ અંગે રાજ્ય ગૃહ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને જણાવાયું કે, જે આ પત્ર વાયરલ થઇ રહ્યો છે તે ફેક છે અને લોકડાઉનની માત્ર અફવા છે. હાલ રાજ્ય ગૃહવિભાગ દ્વારા લોકાડાઉન અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.


ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો હોવાનો ખુલાસો કરાયો છે. ખોટા પત્રથી ગુજરાતના લોકો ગેરમાર્ગે ન દોરાય તેની અપીલ કરી છે. લોકડાઉન કરવાના પત્રમાં કોઇ જ સત્યતા નથી. લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસને વખોડ્યો છે.


ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે. આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. આ પત્રમાં કોઇ જ સત્યતા નથી. નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો નીંદનીય પ્રયાસ માત્ર છે. 


રાજ્ય સરકારના ગૃહવિભાગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગુજરાતના છ મોટા શહેરોમાં તારીખ ૧૧ એપ્રિલ થી તારીખ ૧૭મી એપ્રિલ સુધી રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે એવો આ પત્રમાં ઉલ્લેખ છે જે બિલકુલ અસત્ય અને ખોટો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારના નામજોગ અને ખોટી સહી સાથેનો આ પત્ર તદ્દન ખોટો અને ફેક છે.


સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આવા પત્રને સાચો નહીં માનવા અને ગેરમાર્ગે નહીં દોરાવા ગુજરાતના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ પત્ર કોણે વાયરલ કર્યો છે તે અંગેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આવો કોઈ પણ પત્ર સોશિયલ મીડિયા મારફતે આપના સુધી આવે તો તેને વાયરલ નહીં કરવા પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.