ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્યના હોટલ- રેસ્ટોરન્ટ ઉદ્યોગને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. રૂપાણી સરકારે જાહેરાત કરી છે કે, ગુજરાતમાં રાતે 10 વાગ્યા પછી પણ હોટલ- રેસ્ટોરન્ટમાંથી ફૂડ ડિલિવરી થઈ શકશે. આ રીતે ડીલિવરી કરનારને પોલીસ કે અન્ય કોઈ પણ સત્તાધિકારી રોકીશકશે નહીં.


અનલોક 3માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશમાં તમામ કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં લોકડાઉનની મુદત 31 ઓગસ્ટ સુધી લંબાવી છે જ્યારે ગુજરાત સરકારે હોટલ અને રેસ્ટોરન્ટ માટે રાત્રીના 10 વાગ્યા સુધીની મર્યાદા દૂર કરવાનો નિર્ણય કર્યો છે.

દેશ અને ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈપણ જાતની છૂટ મળશે નહીં. જ્યારે અન્ય વિસ્તારોમાં અનલોકમાં છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખઅયા વધારે આવી છે ત્યાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્ય સતત વધી રહી છે જેના કારણે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જાહેરમાં થુકવું નહીં, સોશિયલ ડિસ્ટનસિંગ જાણવવું તથા ફરજીયાત માસ્ક પહેરવારવાનું રહેશે. જોકે લોકો માસ્ક ન પહેરતા હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ સરકારે પહેલા માસ્ક ન પહેરવા પર 200 રૂપિાયનો દંડ, બાદમાં 500 અને હાલમાં 1000 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.

બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કન્ટેનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં છૂટછાટ સાથે કામકાજ ચાલતું રહેશે. ઉપરાંત અનલોકમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય થયો હતો. જેમાં હવે વધારે છૂટછાટ આપતા ટેક અવે માટે સમયમર્યાદા દૂર કરવામાં આવી છે.