માંડવીમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. કેટલાક ગામોમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હત. જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી અચાનક આવેલી આફતને લઈ ગામોની મુલાકાતે નીકળ્યા હતા અને અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદની વાત કરીએ તો તાપીના ડોલવણમાં આભ ફાટ્યું છે. અહીં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક સ્થળો પર પાણી ભરાયા છે. તો છેલ્લા 24 કલાકમાં સુરતના માંડવીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. તો તાપીના વ્યારામાં સાડા સાત ઈંચ, સોમનાથના તાલાલામાં સાડા સાત ઈંચ વરસાદ નોધાયો છે અને તાપીના વાલોડમાં સાત ઈંચ વરસાદ પડ્યો છે. તો નવસારીના વાંસદામાં સાડા છ ઈંચ, ડાંગના વઘઈમાં પોણા છ ઈંચ, સુરતના બારડોલીમાં પણ પોણા છ ઈંચ વરસાદ પડ્યો છે.