દ્વારકાઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ આજથી દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિર શરૂ થવા જઈ રહી છે. ચિંતન શિબિર પહેલા કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા દ્વારકા મંદિરે પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ દ્વારા ધજા પૂજન કરાયું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ધજાનું પૂજન કર્યું હતું. પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ પૂજામાં જોડાયા છે. 


2022ની ચૂંટણી મુદ્દે કોંગ્રેસ આજથી કરશે મંથન. કોંગ્રેસની ત્રી દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ થશે. દ્વારકાધીશના ચરણોમાં કોંગ્રેસ પ્રભારી અને પ્રમુખ સહિતના નેતાઓ શીશ ઝૂકાવીને શિબિરનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે  ચિંતન શિબિરના ઉદ્દઘાટન બાદ અલગ અલગ વિષયો પર જૂથ ચર્ચા થશે. 450 જેટલા કોંગ્રેસના આગેવાનો વિવિધ વિષય ઉપર સમગ્ર દિવસ ચર્ચા કરશે.


35 - 35ના જૂથમાં અલગ અલગ વિષયો પર કોંગ્રેસના આગેવાનો કરશે ચર્ચા. ગુજરાત કોંગ્રેસના આગેવાનો, સાંસદ, પૂર્વ સાંસદ કરશે મંથન. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના સભ્યો કરશે ચર્ચા. બેરોજગારી, શિક્ષણ, ખેતી, મોંઘવારી અને મહિલા સુરક્ષા જેવા મુદ્દે કરશે ચર્ચા.