ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી. બે જિલ્લા પંચાયતમાં ટાઈ થઈ હતી. આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે. 29 જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ સિંગલ ડિજિટમાં છે. પંચમહાલમાં ખાતું પણ નથી ખુલ્યું.


29 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ડબલ ફિગરે પણ પહોંચી નથી. દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લા પંચાયતમાં જ કોંગ્રેસ ડબલ ફિગરે પહોંચી શકી છે. જ્યારે પંચમહાલમાં કૉંગ્રેસનું ખાતું નથી ખુલ્યું. જ્યારે ભાજપ પહેલીવાર ગાંધીનગર અને તાપી જિલ્લા પંચાયત જીતવામાં સફળ થયો છે.

રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં ભાજપ નો ભગવો લહેરાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની પણ હાર થઈ છે.