અભિનેતા સલિલ અંકોલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને મુંબઇની જોગેશ્વરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમનું ઓક્સિજન લેવલ અચાનક 80 સુધી થઇ જતાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. જેના કારણે તમને વેન્ટીલેટર પર લેવામાં આવ્યાં છે. મીડિયા સાથે વાત કરતા સલીલે જણાવ્યું હતું કે, ‘આ ખૂબ જ ડરાવી દેતો અનુભવ છે પરંતુ આશા રાખું છું કે. સાત દિવસની અંદર હું સ્વસ્થ થઇ જઇશ’ સલીલ અંકોલાને 28 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. સલીલ અંકોલાએ બહુ જલ્દી કમબેક કરવાની આશા વ્યક્ત કરી છે.
સલીલ અંકોલાના કામની વાત કરીએ તો તેમણે તો 20 વર્ષની ઉંમરમાં ક્રિકેટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. જો કે 28 વર્ષે ટ્યુમરની સમસ્યા સર્જાતા તેમણે સ્પોર્ટસનું ફિલ્ડ છોડીને એક્ટિંગ ફિલ્ડમાં ઝંપલાવ્યું. તેમણે 'કુરુક્ષેત્ર', 'પિતા', 'રિવાયત' તથા 'તેરા ઈન્તઝાર' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. 'કોરા કાગઝ', 'કહતા હૈ દિલ', 'CID', 'સાવિત્રીઃ એક પ્રેમ કહાની' તથા 'કર્મફલ દાતા શનિ' જેવી સિરિયલમાં કામ કર્યું છે. રિયાલિટી શો 'બિગ બોસ'ની પહેલી સિઝનમાં પણ તેઓ જોવા મળ્યા હતા.
ક્રિકેટ છોડીને અભિનેતા બનેલા કયા એક્ટર વેન્ટીલેટર પર, કોરોનાગ્રસ્ત થયા બાદ લથડી તબિયત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Mar 2021 03:42 PM (IST)
ક્રિકેટરમાંથી એક્ટર બનેલા સલીલ અંકોલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવિ આવતા તેઓ હાલ સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ જોગેશ્વરીમાં વેન્ટીલેટર પર છે. તેમનું ઓક્સિજન લેવલ 80 પહોંચી જતા શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -