ભાવનગરઃ ભાજપ સાથે છેડો ફાડી ચૂંટણી સમયે વિકાસ સેવા સમિતિમાં લડી રહેલા ઉમેદવાર અશોક વાઢેરનો વિજય થયો છે. એટલું જ નહીં, મહુવા નગરપાલિકા વોર્ડ ન 6માં વિકાસ સેવા સમિતિના અશોક વાઢેર સાથે તેમની આખી પેનલનો પણ વિજય થયો છે. નોંધનીય છે કે, અસોક વાઢેરનો ચૂંટણી પહેલા ડાન્સરો સાથેનો કથિત વીડિયો વાયરલ થયો હતો.


આ કથિત વીડિયો વાયરલ થયા પછી અશોક વાઢેરે પોલીસમાં શહેર ભાજપ પ્રમુખ વિરૂદ્ધ અરજી આપી હતી. તેઓ જૂના હિંદી ગીત પર કથિત વીડિયોમાં ડાન્સરો બે લોકો ડાન્સ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, ભાજપથી નારાજ થઈ અશોક વાઢેર વિકાસ સમિતિમાં ચૂંટણી લડયા હતા. તેમજ તેમણે પોતાની સાથે આખી પેનલને પણ જીતાડી છે. વાઢેરે પોતાનો વીડિયો ન હોવાની વાત કરી હતી. તેમજ બદનામ કરવા માટે વીડિયો વાયરલ કર્યાની વાત કરી હતી. મહુવા શહેર ભાજપના પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે, આ વીડિયો મને મળ્યો હતો તે સાચો લાગતા મે અન્ય ગૃપમાં ફોરવર્ડ કર્યો છે.

વોર્ડ નંબર 6માં વિકાસ સેવા સમિતિના ચંદ્રિકાબેન બચુભાઈ પટેલ, કલ્પનાબેન ધર્મેન્દ્રભાઈ ત્રીવેદી, બિપિનભાઈ સંઘવી અને અશોકભાઈ વાઢેરનો વિજય થયો છે.