ગાંધીનગરઃગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા સોલંકીએ લેટરબોમ્બ ફોડ્યો છે. રેશ્મા સોલંકીએ કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને પત્ર લખી ભરતસિંહ  સોલંકી પર ચોંકાવનારા આક્ષેપો કરી ખળભળાચટ મચાવી દીધો છે. પોતાના પત્રમાં રેશ્મા સોલંકીએ આક્ષેપ લગાવ્યો હતો કે ભરતસિંહ સોલંકી પોલિટીકલ સ્ટેટસનો ઉપયોગ કરી કાંગ્રેસને ખતમ કરવા માંગે છે.


રેશ્મા સોલંકીએ પત્રમાં દાવો કર્યો છે કે ભરતસિંહના કેટલીક મહિલાઓ સાથે અનૈતિક સંબંધ છે. આ મહિલાઓને ચૂંટણીમાં ટિકીટ અપાવી સારી મહિલાઓને રાજકારણમાં આગળ આવતી અટકાવી છે. આ મહિલાઓ સાથે મારા પતિ સતત ચેટિંગ કરતા રહે છે. તેઓ વારંવાર કહે છે કે, ઉંમર વધુ છે તો શુ થયું. 22 વર્ષની યુવતીઓથી લઈને તેમની ઉંમરની મહિલાઓ સાથે તેમના સંબંધ છે. મારા પતિની મોટાભાગની એનર્જિ આ મહિલાઓ સાથે કામ કરવામાં જ ખર્ચાઈ જાય છે. મે તેમને અનેક વાર સમજાવ્યા હોવા છતાં તેઓ સમજતા નથી.


પત્રમાં રેશ્મા સોલંકીએ લખ્યું કે હું રેશ્મા ભરત સોલંકી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના કુપુત્ર ભરતસિંહની પત્ની....તમને કેટલીક સચ્ચાઇની આશા રાખીને  આ પત્ર લખી રહી છું. આશા રાખું છું કે તમે સત્યનું સમર્થન કરવાની શક્તિને ઉજાગર કરીને ગુજરાત કોગ્રેસની સાચી ઉર્જા અને ગરીમા જાળવી રાખશો.


સર, મારા પતિ પોતાના પોલિટિકલ સ્ટેટ્સનો દુરુપયોગ કરીને કોગ્રેસ પાર્ટીને ખત્મ કરી રહ્યા છે અને ગુજરાતના લોકોમાં જાણી જોઇને ખોટો મેસેજ મોકલીને કોગ્રેસને સત્તામાં આવતી રોકી રહ્યા છે. તેમની બૌદ્ધિક સ્માર્ટનેસ છે, ખૂબ સારુ બોલશે કારણ તે તમને કોઇ ખ્યાલ આવે નહીં પરંતુ પડદા પાછળ ખૂબ ખોટુ કરતા રહેશે જેથી કોગ્રેસ આગળ જ ના વધી શકે. તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદનો ચહેરો બનવું છે. જો એમ નહી કરવામા આવે તો તેઓ પોતાના જીવિત રહેતા  કોઇને પણ મુખ્યમંત્રી બનવા દેશે નહીં. આ માટે તેઓની મોદી સાથે પણ મિલિભગત છે.