Mission 2022: ગુજરાત કોંગ્રેસ દ્વારા આદિવાસી સત્યાગ્રહની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આવતીકાલે રાહુલ ગાંધીની હાજરીમાં દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ યોજાશે. મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેરસભા છે. આદિવાસી વિસ્તારથી રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. આદિવાસીઓના અધિકાર અંગે કોંગ્રેસ વાત કરશે. નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં કોંગ્રેસ આદિવાસી સત્યાગ્રહ કરશે. રાહુલ ગાંધી સભા સંબોધ્યા બાદ કોંગ્રેસના નેતાઓ સાથે બે બેઠક પણ કરશે. એક બેઠક આદિવાસી આગેવાનો અને અન્ય સિનિયર નેતાઓ સાથે કરશે જ્યારે બીજી બેઠક ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે કરશે.


Gujarat: ભાજપનો ભરતી મેળોઃ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં થયા સામેલ, જાણો વિગત


Elections 2022:  વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓનું ભાજપમાં જોડાવાનું શરૂ જ છે. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. દાતાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા વસંત ભટોળ ભાજપમાં જોડાયા છે. આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેર્યો હતો. તેઓ પોતાના સમર્થકો સાથે કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.


કોણ છે વસંત ભટોળ


વસંત ભટોળ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળના પુત્ર છે. પરથી ભટોળ બનાસડેરીમાં 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા છે. વસંત ભટોળ 2019માં ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે હવે યુવા નેતા વસંત ભટોળ ફરી ભાજપમાં જોડાયા છે. જેથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. દાતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ કોંગ્રેસ છોડી ફરીથી ભાજપમાં આગમનથી કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. યુવા ટીમમાં વસંત ભટોળ મોટું નેટવર્ક ધરાવે છે.


અલ્પેશ ઠાકોરે શું કરી મોટી જાહેરાત


વિધાનસભાની ચૂંટણી લડવાને લઈને અલ્પેશ ઠાકોરની મોટી જાહેરાતવિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની હજી બાકી છે ત્યાં ઉમેદવારો પોતાની દાવેદારીને લઈને નિવેદનો આપી રહ્યા છે. હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોરે 2022ની ચુંટણી લડવાનો હુંકાર કર્યો છે. તેમણે કહ્યું કે, હું રાધનપુર જ ચુંટણી લડીશ અને મેણું ભાગી ને જઈશ. અલ્પેશ ઠાકોરે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવીંગજી ઠાકોર પર સમાજ તોડવાના આરોપ લગાવ્યા છે. રાધનપુરમાં  2022ની ચૂંટણી પહેલા ઠાકોર વિરુદ્ધ ઠાકોર નેતાઓનો વિરોધ ખુલ્લીને સામે આવ્યો છે. રાધનપુરમાં ઠાકોર સમાજના સમૂહલગ્ન હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે ચૂંટણી અંગે નિવેદન આપ્યું.