Gujarat Congress: ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસનો આંતરિક કલેહ સપાટી પર આવવા લાગ્યો છે. ધારાસભ્યો બાદ સંગઠનના હોદ્દેદારો પણ હવે પક્ષ છોડી રહ્યા છે. કોંગ્રેસના ખેડા જિલ્લાના પ્રમુખ રાજેશ ઝાલાએ પોતાની ટીમના 30થી વધુ હોદ્દેદારો સાથે રાજીનામું આપ્યું છે અને હવે તે સોમવારે ભાજપમાં જોડાઈ જશે. રાજેશ ઝાલા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના ખાસ માનવામાં આવે છે.
abp અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં ઝાલાએ કોંગ્રેસની નેતાગીરી ઉપર ગંભીર આરોપ મૂક્યા છે. ગુજરાત કોંગ્રેસમાં સંગઠનનું કોઈ મહત્વ નથી અને સંગઠન પર ધારાસભ્યો હાવી થઈને મનમાની ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ ઝાલાએ કર્યો છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસને ધારાસભ્યોએ બાનમાં લીધું છે. નેતાઓ પણ ધારાસભ્યો પક્ષ છોડી દેશે તેવા ડરના કારણે તે કહે તેમ જ કરતા હોવાનો આક્ષેપ પણ ઝાલાએ લગાવ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, કપડવંજના ધારાસભ્ય કાળુસિંહની હેરાનગતિથી મે કોંગ્રેસ છોડી છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી પણ સમસ્યાનું નિરાકરણ ન લાવી શક્યા,
એટલું નહીં તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને પણ અનેક વખત રજૂઆત કરી હોવાની વાત કરી છે. તેમણે કહ્યું, હું ખેડા જિલ્લાનો પ્રમુખ હોવા છતાં સંગઠનમાં એકપણ નિમણૂક કરી શકતો ન હતો. ચૂંટણી સમયે પણ હું સારા વ્યક્તિને ટિકિટ આપી શકતો ન હતો. માત્ર ધારાસભ્ય કહે તેની જ નિમણૂક થાય અને તેને જ ટિકિટ મળે. આવતીકાલે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈશ. હોદ્દેદારો અને 3 હજાર કાર્યકરો સાથે ભાજપમાં જોડાઇશ. કપડવંજ મારી બેઠક છે, ભાજપ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ.
આ પણ વાચો...
બૉલીવુડના વિલનની દીકરી છે હીરોઇનોથી પણ હૉટ, ફિલ્મોથી દુર રહીને કરે છે આ કામ, જુઓ તેની બૉલ્ડનેસ
Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ
લગ્નના થોડા દિવસ બાદ જ આ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી, જાણો શું થયું હતું