Poster War: જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. રાજકીય પાર્ટીમાં ખેંચતાણ હવે ખુલીને સામે આવી રહી છે. ડિસિપ્લિન વાળી કહેવાતી બીજેપી પાર્ટીમાં પણ હવે નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ સામે આવી રહી છે. રાજકોટ જિલ્લાના જસદણના બે મોટા આગેવાનોની અસ્તિત્વની લડાઈ હવે ખુલીને સામે આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. બન્ને આગેવાનો પોતપોતાના કાર્યક્રમોમાં બીજા આગેવાનની બાદબાકી થાય તેવા પ્રયાસો કરતા હોવાની વાત સામે આવી છે. ડો. ભરત બોઘરા પોતાના કાર્યક્રમમાંથી કુવરજી બાવળિયાની બાદબાકી કરે છે અને કુંવરજી બાવળીયા ભરત બોઘરાની બાદબાકી કરે છે.




આ ઉપરાંત બંને નેતાઓના કાર્યકર્તાઓમાં પણ વારંવાર ખેંચતાણ જોવા મળે છે. રાજકોટના જસદણમાં આજે સાંજે સીએમ ભુપેન્દ્ર પટેલનો પ્રવાસ છે. વિછીયામાં નાની સિંચાઈ યોજનાના ખાતમૂહુર્ત સહિતના અનેકવિધ કાર્યક્રમોના લોકાર્પણ પહેલાં જૂથવાદ સામે આવ્યો છે. જસદણના આ કાર્યક્મમાં આમંત્રણ પત્રિકાનો વિવાદ સામે આવ્યો છે. આમંત્રણ પત્રિકા અને હોર્ડિંગમાં ડો. ભરત બોધરાની બાદબાકી કરવામાં આવતા તેમના સમર્થકો નારાજ થયા છે. આમંત્રણ પત્રિકામાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના નામ લખવામાં આવ્યા પરંતુ ભાજપના પ્રદેશના અગ્રણીના નામની પોતાનાં જ વિસ્તારમાં બાદબાકી કરવામાં આવતા સવાલો ઉઠી રહ્યા છે.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાએ આ કાર્યક્રમ માટે સીએમ ભુપેન્દ્ર પટેલને તેડાવ્યા છે. જસદણમાં આ કાર્યક્રમથી ડો. બોધરા અને બાવળીયા આમને સામને ગોઠવાઈ તેવી શક્યતા છે. નોંધનિય છે કે, ડો. ભરત બોધરા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ છે અને સાથે સાથે આ વિસ્તારૉના પૂર્વ ધારાસભ્ય પણ છે. જો કે આ વિવાદ વચ્ચે બાવળિયા જૂથના લોકો કહે છે કે આ સરકારી કાર્યક્રમ છે. આમ ભાજપમાં જોવા મળી રહેલી આ વર્ચસ્વની લડાઈની આગામી ચૂંટણીમાં કેવી અસર પડશે તે જોવું રહ્યું.


આ પણ વાંચો...


બૉલીવુડના વિલનની દીકરી છે હીરોઇનોથી પણ હૉટ, ફિલ્મોથી દુર રહીને કરે છે આ કામ, જુઓ તેની બૉલ્ડનેસ


VADODARA : ફાયર ઓફિસરની “પતિ, પત્ની ઓર વો”ની કહાની, પરણિત હોવા છતાં અન્ય યુવતી પર અનેક વાર દુષ્કર્મ આચાર્યાના ગંભીર આક્ષેપો


Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ


લગ્નના થોડા દિવસ બાદ જ આ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી, જાણો શું થયું હતું