અબડાસાઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે યોજાનારી આઠ વિધાનસભાની પેટાચૂંટણી પહેલા આજે ભાજપની બે-બે મોટા ઝટકા લાગ્યા છે. ડાંગ બેઠક પછી અબડાસા બેઠક પર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના કદાવર નેતા ભાજપમાં જોડાતા રાજકીય ભૂકંપ થયો છે. કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય હઠુભા સોઢા અને ખમાબા જાડેજા ભાજપમાં જોડાયા છે.


નોંધનીય છે કે, આજે ડાંગમાં કેટલાક કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા છે. જેને કારણે ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડ્યું છે. કાલીબેલ વિસ્તારમાં યોજાયેલ સભામાં 153 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. વઘઈ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, નિવૃત શિક્ષકો પણ ભાજપમાં જોડાયા હતા.



ડાંગ જિલ્લામાં વિધાનસભા પેટા ચૂંટણીના ભાગરૂપે કોંગ્રેસનો ગઢ મનાતા કાલીબેલ વિસ્તારમાં કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની વાવાઝોડું રૂપી સભાઓમાં કોંગી પાયાના કાર્યકરો સહિત ખમતીધર નેતાઓ સાગમટે કોંગ્રેસનો હાથ છોડી ભાજપની કંઠી ધારણ કરી હતી.

શુક્રવારે ડાંગના કોંગ્રેસી ગઢ ગણાતા કાલીબેલ વિસ્તારોમાં યોજાયેલ સભામાં 153 કોંગ્રેસી કાર્યકરો સાથે આ વિસ્તારના પોલીસ પટેલો, કારભારીઓ સાથે વઘઇ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સનતભાઈ નાવજુભાઈ ચૌધરી સહીત નિવૃત શિક્ષકો વિધિવત રીતે ભાજપની કંઠી ધારણ કરીને ડાંગમાં પેટા ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ ગઢમાં ગાબડું પડયું છે.