જૂનાગઢ: જૂનાગઢના ધારાસભ્ય ભિખા જોશીના પરિવારની કારને હૈદરાબાદમાં અકસ્માત નડ્યો હતો. હૈદરાબાદ નજીક થયેલા કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ધારાસભ્ય ભિખા જોશીની પૌત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો જ્યાર સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી.

જૂનાગઢના ધારાસભ્ય ભિખા જોશીના પરિવારના સાત સભ્યો દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા. સાત સભ્યો સાથેની કાર હૈદરાબાદ નજીકથી પસાર થઈ રહી હતી તે દરમિયાન સામેથી આવતી ટ્રક વચ્ચે કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ભિખા જોશીની પૌત્રીનું મોત નિપજ્યું હતું. આ સાથે બાકીના છ સભ્યોને નાની મોટી ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે સ્થાનિક લોકોના ટોળાં પણ એકઠાં થઈ ગયા હતા અને આ અંગે કાયદેસરની વધી કાર્યવાહી હાથધરી હતી.