Gujarat Politics: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. વિજાપુરના ધારાસભ્ય ડો. સી જે ચાવડાએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ આગામી દિવસોમાં ચાવડા જોડાશે ભાજપમાં.જયરાજસિંહ પરમારે પાર પાડ્યું સમગ્ર ઓપરેશન.


સી.જે. ચાવડાએ અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને આપ્યું રાજીનામું.


સી જે ચાવડાનું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનું નક્કી છે. સી જે ચાવડાએ વિધાનસભા અધ્યક્ષનો સમય માગ્યો છે. 10થી 10:30 વચ્ચેનો સી જે ચાવડાએ સમય માગ્યો. સી જે ચાવડા 10:30 કલાક સુધીમાં આપશે રાજીનામું. કોંગ્રેસને 11 વાગ્યા પહેલાં લાગશે મોટો ઝટકો. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 16માથું 15 થવાનું નક્કી છે. 


ધનુર્માસ ઉતરતાંની સાથે જ ફરી એકવાર રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે, ઉત્તરાયણ પુરી થયા બાદ ફરી એકવાર રાજીનામાનો દૌર શરૂ થયો છે, હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, રાજકોટ કોંગ્રેસમાં વધુ એક ભંગાણના સમાચાર સામે આવ્યા છે. ધોરાજી તાલુકા પ્રમુખ અલ્પેશ પટેલે રાજીનામું ધરી દીધુ છે. મળતી મહિતી પ્રમાણે, રાજકોટમાં ફરી એકવાર કોંગ્રેસમાં ચૂંટણી પહેલા ભંગાણ શરૂ થયુ છે. હાલમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ તુટવાના સમાચાર સામે આવ્યા છે. ધોરાજીમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યુ છે. ધોરાજી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખનુ રાજીનામુ સામે આવ્યુ છે. સુપેડીમાં રહેતા અને ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પટેલે રાજીનામું આપ્યુ છે. ધોરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પટેલ તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું આપ્યુ છે.


થોડા સમય પહેલા જ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. 182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને 181ની થઈ છે અને વધુ એક ધારાસભ્ય રાજીનામું આપતા તો તે સંખ્યા ઘટીને આજે 180ની થઈ જશે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. જે ધારાસભ્યના રાજીનામાં બાદ ઘટીને 16નું થઈ ગયું છે.


લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કર્યું છે ઓપરેશન લોટસ. આ અંતર્ગત આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસમાં ભંગાણ કરવામાં ભાજપ સફળ રહી છે. કોંગ્રેસમાં ભૂકંપ તો ત્યારે સર્જાયો જ્યારે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું હતું. આવનારા દિવસોમાં હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવી ચર્ચા ચાલી રહી છે.


વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાઈ કઈ આવડતું નથી. ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગુંગણામણ અનુભવી રહ્યાં છે. કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે.