બનાસકાંઠા: વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસ એમએલએએ એક ટ્વીટ કરી બનાસકાંઠા એસપી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.  બનાસકાંઠા એસપી રાજકીય હાથો બની કોંગ્રેસના કાર્યકરોને હેરાનનો કરતા હોવાનો આક્ષેપ ગેનીબેન ઠાકોરે કર્યો છે. એસપીના વિરોધમાં જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ગેનીબેને ઉચ્ચારી છે.


 






આ સમગ્ર ઘટનાને લઈને આવતીકાલે ગેનીબેન ઠાકોર પત્રકાર પરિષદ કરશે. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહે ટ્વિટને રિટ્વિટ કર્યું છે. આમ પ્રદેશ પ્રમુખ પણ તેમના સમર્થનમાં આવ્યા છે. હવે આવતીકાલે ગેનીબેન આ અંગે કેવા કેવા ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું. હાલમાં તો એસપી પર કરવામાં આવેલા આક્ષેપને લઈને રાજકારણ ગરમાયું છે.


રાજકોટમાં 13 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ-હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો


રાજકોટ: રાજકોટમાં 13 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજરી તેની ઘાતકી હત્યા મામલે રાજકોટ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હત્યા-દુષ્કર્મના બનાવમાં હિસ્ટ્રીશીટર જયદીપ ઉર્ફે જયુ પરમારની ધરપકડ થઈ છે.   આરોપી જયદીપ પરમાર ઉર્ફે જયું નામનો આરોપી મૃત્યુ પામનાર સગીરાનાં પરિવારથી પરિચિત હોવાનો ખુલાસો થયો છે.   આરોપી જયદીપ પરમાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 





iplayer_AV63c55dc1f1de1998f20af5e5-1688320818347Wrapper" class="avp-floating-container avp-p-wrapper" tabindex="0">

રાજકોટમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરી ઘાતકી હત્યા કરનાર  આરોપી જયદીપ ઉર્ફે જયુ ઉમેશ પરમાર સગીરાના કાકાના પરીચયમાં આવ્યો પછી સગીરાના ઘરે જતો ત્યાં બાળા ઉપર નિયત બગડી હતી.  આરોપી સગીરાને એકતરફી પસંદ કરવા લાગ્યો હતો. 27મીએ સાંજે સગીરાને લાકડા વીણવા બંધ કારખાનામાં એકલી જતા જોય તેનો પીછો કરી વાતોમાં ભોળવી દુષ્કર્મ ગુજાર્યું હતું.   જીવતી જવા દેશે તો તેનો ગુનો પકડાઈ જશે તેમ માની કારખાનામાં પડેલ સળિયો અને બોથડ પદાર્થ મારી હત્યા નિપજાવી હતી.  બાદમાં આરોપી પોતે જ પરિવારજનો સાથે મળી બાળાને શોધવામાં લાગ્યો હતો. ગુનાનો ભેદ ઉકેલાઈ જતા પત્રકાર પરિષદ યોજી ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે આ માહિતી આપી હતી.


જાણો શું હતી સમગ્ર ઘટના 


રાજકોટમાં અપહરણ થયેલી 13 વર્ષની સગીરોનો મૃતદેહ ગુરુવારે રાત્રે મળ્યો હતો.  પોલીસે હત્યાની આશંકાએ તપાસ હાથ ધરી હતી. આજી GIDC વિસ્તારમાં અમદાવાદ હાઇવે પર આવેલા અમૂલ ઇન્ડસ્ટ્રીના બંધ કારખાનામાંથી મૃતદેહ મળ્યો હતો. આજીડેમ પોલીસ, ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમો દોડી ગઈ હતી. સગીરા લાકડા લેવા ગઈ હતી અને બે દિવસથી ગુમ હતી. પરિવારે પોતાની રીતે તપાસ કર્યા બાદ તારીખ 28ના રોજ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગુમ બાળાનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં હતો. સૂત્રોએ જણાવ્યું કે  મૃતદેહની બાજુમાંથી લોખંડનો સળિયો મળ્યો છે. તેનાથી માર માર્યો હતો.  ગુપ્તાંગમાં પણ સળિયો ઘુસાડ્યાના નિશાન મળ્યા હતા. પીઠ અને શરીરના અન્ય ભાગોમાં સળિયાથી માર માર્યાના નિશાન હતા. જેથી દુષ્કર્મ કરી ઘાતકી  હત્યા કરવામાં આવી હોવાનું તારણ હતું. પોલીસે સળિયો અને ઘટના સ્થળેથી મળેલા અન્ય પુરાવાઓ મેળવી ફોરેન્સિક ટીમને સોંપ્યા હતા. 


બનાવ અંગે આજીડેમ પોલીસ મથકે અમદાવાદ હાઇવે પર આવેલ યુવરાજનગર વિસ્તારમાં રહેતી તરુણીની માતાએ પોતાની ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે, તેઓ મૂળ રાજસ્થાનના વતની છે. અને તેઓ વર્ષોથી રાજકોટમાં રહે છે. તેના પતિ ડ્રાઇવિંગ કરે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જેમાંથી બીજા નંબરની 13 વર્ષની તરૂણી રાધા દરરોજ ઘર માટે લાકડા લેવા માટે આજીડેમ ચોકડી નજીક જતી હતી. દરરોજની જેમ તેની દિકરી તારીખ 27 ના સાંજે  પાંચ વાગ્યાની આસપાસ લાકડા લેવા માટે ગઈ હતી. જે મોડે સુધી પરત ઘરે ન આવતાં તેના પરિવારે પુત્રીની શોધખોળ શરુ કરી હતી. આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં તરુણીનો કોઈ પતો ન લાગતાં તેમની પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસ મથક પીઆઈ એલ.એલ. ચાવડા, પીએસઆઇ એસ.કે. ગઢવી અને ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સીસની મદદથી તરુણીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સગીરનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. 







Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial