બનાસકાંઠાઃ પાલનપુરમાં ખેલમહાકુંભનું આયોજન કરવામા આવ્યુ છે. આ ખેલમહાકુંભનો કૉંગ્રેસે વિરોધ કરતા પોલીસે 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે. કૉંગ્રેસના કાર્યકરોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જેને લઇને પોલીસે તેમની અટકાયત કરી છે. કૉંગ્રેસના કાર્યકરોની એરોમાં સર્કલ પાસેથી તમામ કાર્યકરોની અટકાયત કરાઇ છે. મુખ્યમંત્રી પહોંચે તે પહેલા જ કૉંગ્રેસે કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો છે.