Salangpur : સાળંગપુર મંદિર વિવાદનો આવ્યો અંત, મોડી રાત્રે વિવાદીત બંન્ને ભીંતચિત્રો કરાયા દૂર

Salangpur : જાહેરાતના બે કલાક બાદ મંદિર પરિસરને ખાલી કરવામાં આવ્યું હતું.

Continues below advertisement

Salangpur : સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રોને આખરે છઠ્ઠા દિવસે દૂર કરાયા હતા. મળતી જાણકારી અનુસાર, વિવાદના પાંચ દિવસ બાદ આજે સૂર્યોદય પહેલા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં વિવાદીત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા હતા. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચે અંદાજે બે કલાક ચાલેલી બેઠક બાદ વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવાની જાહેરાત કરાઇ હતી.  જાહેરાતના બે કલાક બાદ મંદિર પરિસરને ખાલી કરવામાં આવ્યું હતું.

Continues below advertisement


મંદિર પરિસરમાંથી તમામ ભક્તોને બહાર મોકલી ભીંત ચિત્રો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.  જે વહેલી સવારના પૂર્ણ થઈ હતી. તો વિશ્વ હિંદુ પરિષદ અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની મળેલી બેઠકમાં સ્વામિનારાયણ સંતોને ખોટો વાણી વિલાસ ન કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. જ્યારે વિવાદિત સાહિત્ય માટે સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


અગાઉ ગઇકાલે વડતાલ મંદિરના સંત સ્વામીએ કહ્યું, આજે અમારી VHP સાથે બેઠક થઈ. જે બેઠક થઈ એમાં સૌની સંમતિ આપવામાં આવી છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં જે વિવાદાસ્પદ વાક્યો છે તે અંગે અમારી સમિતિ જલ્દી નિર્ણય કરશે. હાલ પ્રાથમિક નિર્ણય તરીકે ભીંતચિત્ર દૂર કરવા ફેંસલો કરવામાં આવ્યો છે.          

મુખ્યમંત્રી સાથે સંતોની થઈ હતી બેઠક

સાળંગપુર હનુમાનજી ભીંત ચિત્રોને લઈ ચાલી રહેલા વિવાદને લઈ આજે મુખ્યમંત્રી સાથે સંતોએ બેઠક કરી હતી. સંતોની બેઠકમાં હર્ષ સંઘવી , પ્રફુલ પાનસેરીયા પણ સામેલ થયા હતા. આ ઉપરાંત લાલજી પટેલ અને મથુર સવાણી પણ  ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ડૉ સંત વલ્લભ સ્વામી , વડતાળ મંદિરના કોઠારી સ્વામી, વિવેક સાગર સ્વામી , સાળંગપુરના કોઠારી સ્વામી અને સરધાર મંદિરના સંતો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક દોઢ કલાક ચાલી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સરકારને શું આપી ખાતરી

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ઝઘડો આગળ ન વધારવા અને ભવિષ્યમાં આ પ્રકારનો વિવાદ ન થાય તેની ખાતરી આપી હતી. આ ઉપરાંત શાંતિ સલામતી જાળવી રાખવાની પણ ખાતરી આપી હતી. સરકાર સાથેની બેઠકમાં VHP તરફથી અશોક રાવલ, અશ્વીન પટેલ, સ્વામિનારાયણ સંપ્રદાયના પુરુષોત્તમચરણ શાસ્ત્રી, SGVPના બાલઅગમ સ્વામી, સનાતની ચૈતન્ય શંભુ મહારાજ, પરમાત્માનંદજી, શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી જીતુભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.

Continues below advertisement
Sponsored Links by Taboola