ડાંગઃ ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે સાપુતારા રોડ પર સુરતની એક ખાનગી બસ ખીણમાં ખાબકતા બે મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે 46થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા સ્થાનિક વહીવટી પ્રશાસન અને ગ્રામજનો બચાવ કામગીરીમાં જોડાયા હતા.
ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હેલ્થ સેન્ટરમાં ખસેડવામા આવ્યા હતા. સુરતના શ્યામ ગરબા ક્લાસિસની બસ શનિવારના રોજ ગિરિમથક સાપુતારાની એક દિવસની પીકનીકનું આયોજન કર્યુ હતુ. શ્યામ ગરબા ક્લાસિસની પાંચ બસ સાપુતારાના પ્રવાસે ગઈ હતી. ત્યારે મોડી સાંજે વરસતા વરસાદ વચ્ચે સુરત ફરતા સમયે સાપુતારાથી ઘાટ ઉતરતા સમયે મયુર હોટલ નજીક ભયજનક વળાંગ પાસે પાંચ બસ પૈકી GJ-02-W-0150 નંબરની બસ સ્લીપ થઈ જતા ખીણમાં ખાબકી હતી. 50થી વધુ મુસાફરો ભરેલી બસ ઉંડી ખીણમાં ખાબકતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા જ સ્થાનિક વહીવટી પ્રશાસન અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
સાથે જ સ્થાનિક વિસ્તારના ગ્રામજનો પણ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. અકસ્માતમાં બે મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે 12થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને શામગહાન આરોગ્ય કેંદ્ર પર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઈજાગ્રસ્તોને સુરતની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જ્યારે અકસ્માત ગ્રસ્ત બસના મુસાફરોને અન્ય ખાનગી વાહનોમાં સુરત લઈ જવાયા હતા.
બૉલીવુડના વિલનની દીકરી છે હીરોઇનોથી પણ હૉટ, ફિલ્મોથી દુર રહીને કરે છે આ કામ, જુઓ તેની બૉલ્ડનેસ
Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ
લગ્નના થોડા દિવસ બાદ જ આ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી, જાણો શું થયું હતું