ગરબે કી રાત સોન્ગ વિવાદ: બિગ બોસ  બોસના 14 ફેમ રાહુલ વૈદ્ય સતત નવા પ્રોજેક્ટમાં કામ કરતા રહે છે. નવરાત્રિના અવસરે તેમનું નવું સોન્ગ ગરબે કી રાત રિલીઝ થયું. જેને લઇને વિવાદ થયો છે. શું છે સમગ્ર મામલો જાણીએ


બિગ બોસના 14 ફેમ રાહુલ વૈદ્ય સતત નવા પ્રોજેક્ટમાં કામ કરતા રહે છે. નવરાત્રિ પર રાહુલ વૈદ્યનું  એક સોન્ગ ‘ગરબે કી રાત’ રિલીઝ થયું.  સોન્ગ રિલીઝ થવાની સાથે હિટ થઇ ગયું. આ સોન્ગને ભૂમિ ત્રિવેદીએ ગાયું છે. જ્યારે આ સોન્ગમાં નિયા શર્મા ડાન્સ કરતી જોવા મળે છે. જો કે આ સોન્ગના ડાન્સના કારણે વિવાદ સર્જાયો છે.


શું છે વિવાદ


‘ગરબે કી રાત’નવરાત્રિમાં જ રિલીઝ થતાં હિટ થઇ ગયું છે પરંતુ આ સોન્ગે વિવાદ પણ સર્જોય છે. જેના કારણે રાહુવ વૈદ્યની મુશ્કેલી વધી છે. આ સોન્ગને ભૂમિ ત્રિવેદીએ ગાયું છે. તો નિયા શર્મા તેના પર ડાન્સ કરતી જોવા મળે છે. આ ડાન્સના મૂવ્સ અશ્લિલ હોવાથી માંય ભક્તોની ધાર્મિક લાગણી દુભાઇ છે. જો કે આ મુદ્દે રાહુલ વૈદ્યે માફી પણ માંગી છે.  જો કે તેમ છતાં પણ તેમને ધમકી મળી રહી છે.


મોગલ માનો ન કરો ઉલ્લેખ


ઉલ્લેખનિય છે કે, રાહુલ વૈદ્યનું આ સોન્ગ ગુજરાતની પૂજનિય શ્રી મોગલ માં પર આધારિત છે. ગુજરાતમાં મોગલમાના ભક્તોની મોટી સંખ્યા છે, સોન્ગમાં મોગલમાંનો ઉલ્લેખ છે અને આ સોન્ગ પર નિયા શર્મા અશ્લિલ ડાન્સ કરી રહી છે.. જેના કારણે મોગલ માના ભક્તોની લાગણી દુભાઇ છે અને સોન્ગમાંથી મોગલ માનો શબ્દ કાઢી નાખવા માટેની માંગણી કરી છે. જો કે આ મામલે રાહુલ વૈદ્યે ત્રણ દિવસનો સમય માંગ્યો છે અને સમગ્ર ઘટના મુદ્દે માફી પણ માગી છે.