અમરેલી: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં આજે 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં 10 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. નોંધનીય છે કે, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 70 પર પહોંચી છે.

અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં 10 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. એક સાથે 10 પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 70 પર પહોંચી ગઈ છે.



નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં હાલ 35 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 30 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 5 વ્યક્તિઓનાં કોરોનાથી મોત નિપજ્યાં છે.

અમરેલી જિલ્લામાં એક સાથે 10 પોઝિટિવ કેસ નોંધાયા તેની માહિત જિલ્લા કલેક્ટર ટ્વિટ કરીને માહિતી આપી હતી.