દેશમાં કોરોના કેસ ફરી વધી રહ્યાં છે. ગુજરાત, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં કોરોના વકરી રહ્યો છે. ગુજરાતમાં વડોદરા, અમદાવાદ અને સુરતમાં એક્ટિવ કેસની સંખ્યા સતત વધતા તંત્ર ચિંતિત બન્યું છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 100 કેસ નોંધાયા છે. તો , 4 લાખથી વધુ લોકો ક્વોરોન્ટાઇ છે. 


સુરતમાં સતત માઇક્રોકન્ટેમેન્ટ ઝોનનો પણ વધારો થઇ રહ્યો છે. હાલ સુરતમાં કોરોનાના 533 વિસ્તારો માઇક્રોકેન્ટમેન્ટઝોનમાં સામેલ કર્યા છે. સંક્રમણ વધતા 10422 ઘરોમાં 400032 લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઇન કરાયા છે. 


 સુરત મહાનગરપાલિકાના 3 ઈજનેરો કોરોનાગ્રસ્ત થયા છે.  કોરોનાનું વેક્સિન લીઘા બાદ તેઓ કોરોનાગ્રસ્ત થયા છે. વેકિસન બાદ કોરોનાનુ સંક્રમણ લાગતી વેક્સિન પર સવાલ ઉઠી રહ્યાં છે. જો કે સિવિલના  નોડલ ઓફિસર ડો. અમિત ગામીએ કહ્યું કે, વેક્સિન લીધાના  છ થી સાત સપ્તાહ દરમિયાન એન્ટીબોડી જનરેટ થાય છે. તો વેક્સિન લીધાના ટૂંકાગાળામાં કોરોનાનું સંક્રમણ લાગે તે સ્વાભાવિક છે.