સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવા બદલ 102 ગુનો નોંધવામાં આવ્યાં છે. શિવાનંદ ઝાએ લોકોને ખોટા સંદેશ વાયરલ ન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, એક દિવસ પહેલાં જ આ મામલે 14 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ અંતર્ગત મુજબ 46 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રોન તથા સીસીટીવી સર્વેલન્સ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
ડ્રોન સર્વેલન્સ અંતર્ગત અત્યાર સુધીમાં 388 ગુના નોંધવામાં આવ્યા છે. આ અંતર્ગત 3601 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી અંતર્ગત 188 ગુના નોંધવામાં આવ્યા છે અને 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 1,398 ગુના, ક્વોરન્ટીન ભંગ બદલ 577 લોકો તેમજ અન્ય 81 એમ કુલ 2,056 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેમાં 3,420 લોકોની ધરપકડ કરી છે. જ્યારે 8,718 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.