વેબપોર્ટલના જણાવ્યા પ્રમાણે, ગરમી શરૂ થઈ છે અને રાત્રીના 9 વાગ્યે વીજ માગ વધતી હોય છે. એપ્રિલમાં આ દિવસોમાં સામાન્ય સંજોગોમાં ડિમાન્ડ 8600 મેગાવોટ જેટલી રહેતી હોય છે. તેની સામે આ રવિવારે ડિમાન્ડ રાત્રીના સમયમાં ઘટીને 6800 મેગાવોટ પર આવી હતી. દીપ પ્રાગટ્ય કાર્યક્રમથી ગુજરાતમાં અંદાજે 1800 મેગાવોટ જેટલી વીજળીની બચત થઈ હતી.
ગુજરાતમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે તેનાથી બચવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યો છે જોકે કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતમાં સંક્રમિતની સંખ્યા 128 પર પહોંચી ગઈ છે જ્યારે 11 લોકોનાં મોત નિપજ્યાં છે.