રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ દીપ પ્રાગટ્ય કરી પીએમ મોદીએ કરેલી અપીલમાં જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના માતા હિરાબાએ પણ દીપ પ્રગટાવી સમર્થન કર્યું હતું.
રાજકોટના ગાર્ડન સીટીમાં એક સાથે 250 થી વધુ ફ્લેટધારકોએ દીવડા, મીણબત્તી, ફ્લેસ લાઈટ અને ટોર્ચ કરી કોરોના વાયરસ સામેની લડાઈમાં પ્રધાનમંત્રીની અપીલને લોકોએ આવકારી હતી. તમામ ફ્લેટ ધારકોએ ફ્લેટની લાઈટ બંધ કરી દીવડા અને મોબાઈલની ફ્લેશ લાઈટ કરી હતી.
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દેશવાસીઓને એકતા બતાવવા માટે પાંચ એપ્રિલના રોજ રાત્રે નવ વાગ્યે ઘરની લાઇટો બંધ કરી દીવડા પ્રગટાવવાની અપીલ કરી હતી. જેને લઈને દેશમાં ખૂબ જ જોરદાર પ્રતિસાદ જોવા મળ્યો હતો.