અમરેલી: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલીમાં પણ કોરોના સંક્રમણને અટકાવવા માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને મહત્વનો નિર્ણય લીધો છે. 20 જુલાઈથી આગામી 25 જુલાઈ સુધી પાન-મસાલાની દુકાનો, ચાની લારી અને ટી સ્ટોલ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. આ ફક્ત અમરેલી નગરપાલિકા વિસ્તારમાં જ લાગુ પડશે.

અમરેલીમાં કોરોનાનો સંક્રમણને અટકાવવા માટે કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં મહત્વનો નિર્ણય લીધો છે. 20 જુલાઈ 25 જુલાઈ સુધી અમરેલી નગરપાલિકા વિસ્તારમાં પાન-મસાલાની દુકાનો, ચાની લારી અને ટી સ્ટોલ બંધ રાખવા સૂચના અપાઈ છે.

અમરેલીમાં 20થી 5 દિવસ સદંતર બંધ રાખવા જાહેરનાનું બહાર પાડવામાં આવ્યું છે. પાન-મસાલા, ટી સ્ટોલ ખુલ્લા રાખવા આરોગ્ય વિભાગનું હેલ્થ કાર્ડ ફરિયાદ લેવાનું રહેશે. આ ઉપરાંત શાકભાજી અને ફ્રૂળવાળાને 25 જુલાઈ સુધી હેલ્થ કાર્ડ ફરજીયાત કઢાવવાનું કહ્યું છે.

નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહતો જોકે લોકડાઉન બાદ અમરેલીમાં જિલ્લામાં ધીરે ધીરે કરીને પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલ અમરેલી જિલ્લામાં 206 પોઝિટિવ કેસ નોંધાયેલા છે.