ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 998 નવા કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 49439 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 20 લોકોનાં મોત થયા છે અને 777 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 35659 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે.


આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 209, અમદાવાદ કોર્પોરેશનમાં- 178, સુરત -75, વડોદરા કોર્પોરેશનમાં-60 , રાજકોટ કોર્પોરેશન 40, ભાવનગર કોર્પોરેશન 26, મહેસાણા 26, ભરૂચ 22, સુરેન્દ્રનગર 20, વડોદરા 18, પાટણ 17, વલસાડ 17, ભાવનગર 16, ગીર સોમનાથ 16, કચ્છ 16,રાજકોટ 16,તાપી 16, અમદાવાદ 15, પંચમહાલ 15, અમરેલી 13, બનાસકાંઠા 13, જામનગર કોર્પોરેશન- 13, જૂનાગઢ 13, ખેડા-13, દાહોદ 12, ગાંધીનગર 12, મહીસાગર 11, નવસારી 10, બોટાદ 9, જામનગર 9, મોરબી 9, ગાંધીનગર કોર્પોરેશન -8, નર્મદા 7, આણંદ 6, જૂનાગઢ કોર્પોરેશન 6, સાબરકાંઠા 6, અરવલ્લી-5, દેવભૂમિ દ્વારકા 3, છોટા ઉદેપુર 1 અને પોરબંદરમાં એક કેસ સામે આવ્યો છે.

આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 20 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત નિપજ્યું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 10, અમદાવાદ કોર્પોરેશન -3, નવસારી 2, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ 1, ગીર સોમનાથ 1 અને સુરતમાં 1 મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2167 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 11613 એક્ટિવ કેસ છે, જેમાંથી 78 વેલ્ટીલેટર પર છે અને 11535 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 35659 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 5,48, 989 ટેસ્ટ કરવામાં આવ્યા છે.