દક્ષિણ ગુજરાતમાં કોરોનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં વધુ એક કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વલસાડ તાલુકાના કોસંબા ખાતે રહેતા યુવકનો કોરોના રિપોર્ચ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા યુવકના પરિવારજનોને આઈસોલેટ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.


વલસાડ તાલુકાના કોસંબા ખાતે રહેતા યુવકનો કોરોના રિપોર્ચ પોઝિટિવ આવ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. કોસંબાના પારધી ફળિયામાં રહેતો 34 વર્ષિય યુવાનને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુંબઈ ખાતે શિપમાં નોકરી કરતો હતો અને ત્યાંથી હાલમાં જ વલસાડ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

યુવાનને કોરોના પોઝિટિવ આવતાં જ જિલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા યુવકના પરિવારજનોને આઈસોલેટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યાર વલસાડ જિલ્લામાં દિવસે ને દિવસે કેસમાં વધારો થઈ રહ્યો છે.