આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ગુજરાતમાં અત્યારસુધી ૧,૮૯,૩૧૩ ટેસ્ટ કરાયા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૯ પ્રમાણે ૬.૭૯ કરોડની વસતી છે. આમ, પ્રતિ ૧૦ લાખની વસતીએ ૨૭૦૦ વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવેલા છે.
બીજી બાજુ મહારાષ્ટ્ર, તામિલનાડુમાં પણ કેસમાં ધરખમ ઉછાળો આવ્યો છે તેમ છતાં ટેસ્ટમાં કોઈપણ ઘટાડો કરવામાં આવ્યો નથી. તામિલનાડુમાં ૪.૨૧ લાખ, મહારાષ્ટ્રમાં ૩.૯૦ લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે હાલ સરકારી હોસ્પિટલોમાં જ ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા ગોઠવેલી છે. ખાનગી લેબમાં સરકારની મંજૂરી વગર કોરોના ટેસ્ટ પણ કરાતા નથી.
જાણકારોના મતે ટેસ્ટ ઘટાડી સરકાર વાસ્તવિક સ્થિતિનો સામનો કરવાને સ્થાને પલાયનનો માર્ગ અપનાવી લીધો છે. જેમ વધુ લોકોના ટેસ્ટ થશે તેમ તેઓ અન્યને પણ સંક્રમિત કરવાથી અટકાવી શકશે. ટેસ્ટમાં જો પોઝિટિવ આવે તો તેમની ઝડપથી સારવાર પણ થઈ શકે છે. હાલ ગુજરાતમાં કોરોનાથી ઊંચા મૃત્યુદર મામલે સરકાર દ્વારા એવો બચાવ કરવામાં આવે છે કે કોરોનાના દર્દીઓ સારવાર માટે મોડા આવતા હોવાથી મૃત્યુદર ઊંચો રહે છે.
હાલ ગુજરાતમાં અનેક હોસ્પિટલોમાં દાખલ કોરોનાના દર્દીનો ૨૪થી ૪૮ કલાક અગાઉ ટેસ્ટિંગ કરવામાં આવેલું છે પણ તેમનો રીપોર્ટ સમયસર નહીં આવતો હોવાની ફરિયાદો સામે આવે છે. જેના કારણે તેમની સારવારમાં પણ એટલો જ વિલંબ થાય છે. આમ સરકારને કોરોનાના મૃત્યુદર પર અંકૂશ મેળવવા કરતાં કોરોનાના કેસની સંખ્યા કેમ ઓછી આવે તેમાં જ વધારે રસ છે.
કયા રાજ્યોમાં સૌથી વધુ કોરોના ટેસ્ટ?
રાજ્ય કુલ ટેસ્ટ પ્રતિ ૧૦ લાખની વસતીએ કુલ કેસ
તામિલનાડુ ૪,૨૧,૪૫૦ ૫૫૬૮ ૧૭૭૨૮
મહારાષ્ટ્ર ૩,૯૦,૭૫૭ ૩૧૯૯ ૫૪૭૫૮
રાજસ્થાન ૩,૩૭,૧૫૯ ૪૩૬૪ ૭૫૩૬
આંધ્ર પ્રદેશ ૩,૨૨, ૭૧૪ ૬૧૮૦ ૨૯૮૩
ઉત્તર પ્રદેશ ૨,૩૫,૬૨૨ ૧૦૪૭ ૬૭૨૪
ગુજરાત ૧,૮૯,૩૧૩ ૨૭૪૩ ૧૪૮૨૯
દિલ્હી ૧,૭૮,૫૭૯ ૯૦૧૩ ૧૪૪૬૫
પશ્ચિમ બંગાળ ૧,૫૭,૨૭૭ ૧૬૨૩ ૭૦૨૪
મધ્ય પ્રદેશ ૧,૩૮,૫૮૪ ૧૬૮૫ ૭૦૨૪
ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં કરાયેલા ટેસ્ટ-કેસ
તારીખ ટેસ્ટ કેસ
૧૭ મે ૫૧૯૩ ૩૯૧
૧૮ મે ૫૨૨૪ ૩૬૬
૧૯ મે ૫૮૫૧ ૩૯૫
૨૦ મે ૬૦૯૮ ૩૯૮
૨૧ મે ૫૩૮૧ ૩૭૧
૨૨ મે ૬૪૧૦ ૩૬૩
૨૩ મે ૫૫૦૫ ૩૯૬
૨૪ મે ૪૮૦૧ ૩૯૪
૨૫ મે ૩૪૯૨ ૪૦૫
૨૬ મે ૨૯૫૨ ૩૬૧
કુલ ૫૦૯૦૭ ૩૯૪૦