સમગ્ર ગુજરાતમાં હાલ કોરોના હાહાકાર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. આજે 1349 કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3247 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16389 એક્ટિવ કેસ છે. પરંતુ ગુજરાતના ચાર એવા જિલ્લા છે જ્યાં માત્ર 50થી ઓછાં કેસ એક્ટિવ છે. આ તમામ માહિતી https://gujcovid19.gujarat.gov.in/ પરથી લેવામાં આવેલ છે.
ગુજરાતના ચાર એવા જિલ્લા છે જેમાં 50થી પણ ઓછા એક્ટિવ કેસ છે. જેમાં ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે. આ ચાર જિલ્લામાં મૃત્યુ આંક પણ બહુ ઓછો છે.
પોરબંદર જિલ્લામાં હાલ ફક્ત 17 જ એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 4 લોકોનાં કોરોનાથી મૃત્યુ થયા છે. ડાંગ જિલ્લામાં 21 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી એક મોત નિપજ્યું નથી. તાપી જિલ્લામાં 35 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત નિપજ્યાં છે. દેવભૂમિ દ્વારકામાં માત્ર ને માત્ર 13 જ એક્ટિવ કેસ છે જ્યારે 4 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યાં છે.
રાજ્યમાં મંગળવારે કુલ 1444 દર્દી સાજા થયા હતા અને 78, 182 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 34, 38,500 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 82.84 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 7, 43, 429 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 7,42,982 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 501 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
ગુજરાતના કયા ચાર એવા જિલ્લા છે જ્યાં 50થી ઓછાં એક્ટિવ કેસ છે? જાણો હાલ આ જિલ્લામાં કેવી છે સ્થિતિ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2020 10:59 AM (IST)
ગુજરાતના ચાર એવા જિલ્લા છે જેમાં 50થી પણ ઓછા એક્ટિવ કેસ છે. જેમાં ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે. આ ચાર જિલ્લામાં મૃત્યુ આંક પણ બહુ ઓછો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -