આજે મમતા દિવસ નિમિત્તે રાજ્યના તમામ કોરોના રસી કેંદ્રો બંધ રહેશે. દર બુધવારે મમતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના તમામ રસી કેંદ્રો પર આજે કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે. શૂન્યથી પાંચ વર્ષના બાળકોને રૂટીન ઈમ્યુનાઈઝેશનની બીસીજી, પેંટાવેલેંટ, મીઝલ્સ રૂબેલા, રોટા વગેરેની રસી આપવામા આવતી હોવાથી આજે કોરોના રસીકરણની કામગીરી બંધ રહેશે. અમદાવાદ શહેરના તમામ કોમ્યુનિટી હોલ, અર્બન હેલ્થ સેંટર અને અન્ય હોસ્પિટલોમાં આજે કોરોનાની રસીની કામગીરી બંધ રહેશે.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં કોરોના સંક્રમણમાં (Gujarat Corona Cases) સતત ઘટાડો થઇ રહ્યો છે અને ગઈકાલે ૩1 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્યના તમામ જિલ્લામાં ૧૦થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ (Corona Cases) નોંધાયો નથી.


રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ


ગુજરાતમાં હાલ 179 એક્ટિવ કેસ (Active Cases) છે જ્યારે 6 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં ડાંગ, પાટણ, નર્મદા એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નથી. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૯, સુરતમાંથી 7, વડોદરામાંથી 4, ભરૂચ, ભાવગર કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, કચ્છ, રાજકોટ કોર્પોરેશન, વડોદરામાં ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.


ક્યાં ન નોંધાયો એક પણ કેસ


છેલ્લા ૨૪ કલાકમાં જ્યાં એકપણ નવો કેસ નોંધાયો નથી તેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાનવગર, બોટાદ, છોટા ઉદેપુર, અમદાવાદ, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, વલસાડનો સમાવેશ થાય છે.


કેટલા લોકોએ લીધી રસી


કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૭૪ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧13 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,13,512 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૬9% છે.  રાજ્યમાં ગઈકાલે સાંજે પ વાગ્ય સુધીમાં 2,53,308 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા, જેની સાથે કુલ ડોઝનો આંક 2,83,68,489 થયો છે.