Coronavirus: રાજ્યમાં આજે 1034 નવા કેસ નોંધાયા, વધુ 27નાં મોત, કુલ પોઝિટિવ કેસ 67811
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Aug 2020 08:02 PM (IST)
છેલ્લા 24 કલાકમાં વધુ 1034 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 27 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1034 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 27 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 67811 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 2584 પર પહોંચ્યો છે. આજે વધુ 917 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 50322 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 184, અમદાવાદ કોર્પોરેશનમાં- 137, વડોદરા કોર્પોરેશનમાં- 95, રાજકોટ કોર્પોરેશન- 71, સુરત 54, મહેસાણા- 34, કચ્છ 27, જામનગર કોર્પોરેશન-26, જુનાગઢ કોર્પોરેશન 26, ભાવનગર કોર્પોરેશન 23, વડોદરા 23, ભાવનગર 21, ખેડા 21, અમરેલી 20, પંચમહાલ 20, ભરૂચ 19, ગાંધીનગર 19, રાજકોટ 19, જુનાગઢ 18, સુરેન્દ્રનગર 18, વલસાડ 16, ગીર સોમનાથ 15, અમદાવાદ 14, મોરબી 14, સાબરકાંઠા 14, ગાંધીનગર કોર્પોરેશન 13, બોટાદ 12, દાહોદ 11, મહીસાગર 11, નવસારી 9, પાટણ 7, આણંદ 6, નર્મદા 6, બનાસકાંઠા 2, જામનગર 2, તાપી 2, અરવલ્લી 1, છોટા ઉદેપુર 1, ડાંગ 1, દેવભૂમિ દ્વારકા 1 અને પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 27 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશનમાં 5, સુરતમાં 4, રાજકોટ- 3, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશનમાં- 2, જામનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, વડોદરા 1 અને વલસાડમાં 1 મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2584 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે, જેમાંથી 82 વેલ્ટીલેટર પર છે અને 14823 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 50322 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 9,03,782 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રિકવર રેટ 74.21 ટકા છે.