ગાંધીનગર: રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનામાં વરસેલા વરસાદથી રાજ્યમાં કુલ વરસાદમાં સાત ટકાનો વધારો થયો છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ સજ્જ કરવામાં આવી છે. રાજ્યના અલગ-અલગ ઝોનમાં NDRFની નવ ટીમોને તૈનાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ત્રણ, સૌરાષ્ટ્રમાં પાંચ, અને સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગરમાં એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના
કલ્યાણપુર તાલુકામાં સૌથી વરસાદ પડ્યો છે. કલ્યાણપુરમાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ખંભાળિયા અને ભાણવડમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.