રાજ્યના 101 તાલુકામાં વરસાદ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Aug 2020 06:30 PM (IST)
સવારના 6 વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધીમાં 101 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં નોંધાયો છે.
NEXT PREV
ગાંધીનગર: રાજ્યમાં આજે સવારથી જ મેઘમહેર છે. સવારના 6 વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધીમાં 101 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. દ્વારકાના ખંભાળિયા, ભાણવડમાં પણ 2 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. કચ્છના મુંદ્રામાં 2.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જુનાગઢ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છના અંજાર, ભચાઉ અને અબડાસામાં મેઘ મહેર જોવા મળી હતી. દાહોદના લીમખેડામાં 2 ઈંચ, જામનગરના લાલપુરમાં 2 ઈંચ, સાબરકાંઠામાં તલોદમાં 2 ઈંચ, સાબરકાંઠાના પ્રાતિંજમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.