ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1081 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 લોકોના આ જીવલેણ વાયરસથી મોત થયું છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 54,712 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 782 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 39612 દર્દીઓ ડિસ્ટાર્જ થયા છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસથી હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે.


આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 181, અમદાવાદ કોર્પોરેશનમાં- 162, સુરત-95, વડોદરા કોર્પોરેશનમાં- 77, રાજકોટ કોર્પોરેશન- 50, બનાસકાંઠા- 34, સુરેન્દ્રનગર -29, ભરુચ -25, દાહોદ- 25, મહેસાણા-25,  ભાવનગર- કોર્પોરેશન -24 , ગાંધીનગર- 24, ગીર સોમનાથ- 23, પાટણ - 21, કચ્છ- 19, વલસાડ-19, અમદાવાદ- 18, પંચમહાલ-18, ભાવનગર- 17, વડોદરા-17, જામનગર કોર્પોરેશન-15, રાજકોટ- 15, નર્મદા-12, નવસારી- 12, ખેડા- 11, આણંદ- 10, મહીસાગર-10, મોરબી-10, સાબરકાંઠા- 10, જામનગર-8, જુનાગઢ- 7, તાપી-6, ગાંધીનગર કોર્પોરેશન- 5, અમરેલી-3, અરવલ્લી-3, બોટાદ-3, દેવભૂમિ દ્વારકા- 3, પોરબંદર- 3, છોટા ઉદેપુરમાં 2 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 22 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 10, અમદાવાદ કોર્પોરેશન -4, વડોદરા કોર્પોરેશન -2, ભાવનગર, ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ, કચ્છ, રાજકોટ અને સુરતમાં એક-એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2305 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

રાજ્યમાં હાલ 12795 એક્ટિવ કેસ છે, જેમાંથી 87 વેલ્ટીલેટર પર છે અને 12708 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 39612 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,20,662 ટેસ્ટ કરવામાં આવ્યા છે.