દ્વારકાઃ દ્વારકામાં ભારે વરસાદના કારણે સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકાધીશ મંદિરથી વરસાદના પાણી 56 પગથિયાથી વહીને ગોમતીઘાટ સુધી પહોંચી ગયા હતા. ભારે વરસાદના કારણે દરિયો, નદી અને વરસાદના પાણીના ત્રિવેણી સંગમસમાં દ્રશ્યો સર્જાયા હતા. ખળખળ વહેતા ધોધ વચ્ચે અધભૂત વરસાદી માહોલ દ્વારકામાં જામ્યો છે.
દ્વારકામાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દ્વારકામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાય છે. મેઘરાજાએ મન મુકીને તોફાની બેટિંગ શરૂ કરી છે. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાદળછાયા વાતાવરણમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે.ૉ