રાજ્યમાં આજે વધુ 4 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3708 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 1,54,078 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 13,254 એક્ટિવ કેસ છે, રાજ્યમાં 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,193 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,71,040 પર પહોંચી છે.
રાજ્યમાં આજે કુલ 1083 દર્દી સાજા થયા હતા અને 52,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 59,50,616 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.08 ટકા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરતમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 4 મોત થયા છે.