5 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. આ કારણે 5,6,7 ઓગસ્ટે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધી 42 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
જામનગરના જામજોધપુર પંથકમાં છ દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. આઝાદ ચોક, રામવાડી ચોક, લીમડા લાઈન, તિરુપતિ સોસાયટી, મીની બસ સ્ટેન્ડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં વરસાદ પડવાનો શરૂ થયો છે. કુંકાવાવ શહેર તેમજ આસાપાસના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. નાજાપર,અમરાપુર,નાની કુંકાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.