ગાંધીનગરમાં ગર્ભવતી યુવતીએ કોરોનાને આપી માત, અત્યાર સુધીમાં ગુજરાતમાં 12 દર્દીઓ થયા સાજા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Apr 2020 10:03 AM (IST)
ગુજરાતમાં કોરોનાને માત આપનાર વ્યક્તિઓની સંખ્યા 10થી વધીને 12 પર પહોંચી છે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસ સામે વધુ બે લોકોએ જીત મેળવી છે. ગાંધીનગરમાં કોરોના સંક્રમિત બે દર્દીઓ સાજા થતા હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગાંધીનગરમાં એક ગર્ભવતી મહિલા અને 81 વર્ષની મહિલાએ સરકારી હૉસ્પિટલમાં ઈલાજ કરાવી કોરોનાને માત આપી છે. ગુજરાતમાં કોરોનાને માત આપનાર વ્યક્તિઓની સંખ્યા 10થી વધીને 12 પર પહોંચી છે. ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના કહેર વચ્ચે અત્યાર સુધીમાં 12 લોકોએ કોરોના વાયરસને માત આપી હોસ્પિટલમાં સારવાર લઈને સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને માત આપનારા લોકોની સંખ્યા 12 પર પહોંચી છે. રાજકોટમાં કોરોના પોઝીટીવનો પ્રથમ કેસ જંગલેશ્વરમાં નોંધાયો હતો. આ યુવાન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા તેને બે દિવસ પહેલા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આ જાણકારી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આપી હતી.