ગુજરાતમાં જ્યાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી ગુજરાતમાં ગરમીનો પારો વધશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, 4 તારીખથી ગુજરાતમાં તાપમાનનો પારો વધુ ઉપર જશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલ એપ્રિલની 4 તારીખથી 6 સુધી ગરમીનો પારો વધશે. જેને લઈને અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી સહિત શહેરોના તાપમાનમાં વધારો થશે. જેને લઈને રાજ્યમાં હવે બેવડી ઋતુનો અહેસાસ થશે નહીં.
ગુજરાતમાં એક બાજુ કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આજે ગોધરાના કોરોના દર્દીનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થુયં છે જેને લઇને ગુજરાતમાં મૃત્યુનો આંકડો 8 પર પહોંચ્યો છે.