ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 316 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં આજે 109 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1976 પર પહોંચ્યો હતો. જ્યારે 10 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કોરોનાના આંકડાની વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 109 કેસ નોંધાયા હતા જ્યારે સુરત શહેરમાં 26, વડોદરા શહેરમાં 17, રાજકોટ શહેરમાં 25, જામનગર શહેરમાં 4, ભાવનગર શહેરમાં 5 કેસ નોંધાયા છે. રાજ્યમાં 189 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 316 પોઝીટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના 316 કેસ નોંધાય છે જેમાં અમદાવાદ 111 ,સુરત 34 અને રાજકોટ 30 કેસ નોંધાયા છે. મોરબી 23, અમરેલી 19. વડોદરા 29 કેસ નોંધાયા છે. મહેસાણા 12 ,સાબરકાંઠા 12 વલસાડ 08 કચ્છ 7 ભાવનગર 05 ગાંધીનગર 5 નોંધાયા છે.
ગુજરાતમાં આજે કોરોનાના 316 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા નોંધાયો છે. તેમજ આજે 189 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1976 કોરોનાના એક્ટિવ કેસ છે. રાજ્યમાં આજે 643 લોકોને રસી અપાઈ છે.
Gujarat: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
ખેડૂતો પરથી હજુ માવઠાનું સંકટ નથી હટ્યું. આવતીકાલથી ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. 29 થી 31 માર્ચ વરસાદ પડશે.
આવતીકાલે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડી શકે છે. 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. 31 માર્ચે ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને ભરુચ જિલ્લામાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના મતે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે. આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ 2 દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઘટશે. આજે રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ અને રાજકોટમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.