ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 367 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 22 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 454 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 15572 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 960 થયો છે.

આજે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ 247, સુરત 44, વડોદરા 33, મહીસાગર 8, કચ્છ 7, રાજકોટ 7, ગાંધીનગર 4, આણંદ 2, પંચમહાલ 2, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટા ઉદેપુર,ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા,મોરબી, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડ 1-1 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ 16, વડોદરામાં 3, કચ્છ, પાટણઅને સુરેન્દ્રનગરમાં 1-1 મોત કોવિડ-19ના કારણે થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8001 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ 6611 એક્ટિવ કેસ છે જેમાં 76 વેલ્ટીલેટર પર છે અને 6535 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 98 હજાર 48 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 3,13729 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,05,443 વ્યક્તિ હોમ ક્વોરન્ટાઈન તથા 8,286 વ્યક્તિઓ ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.