દાહોદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, બીજી તરફ અનેક લોકો કોરોનાને મ્હાત આપી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનો રીકવરી રેટ પણ વધી ગયો છે. આજે દાહોદમાં વધુ ચાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 4 મહિલાને ઝાયડ્સ હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફે તાળીઓ વગાડીને દર્દીઓને રજા આપી હતી. જિલ્લામાં કુલ 34 પૈકી 26 દર્દી રીકવર થઈ ગયા છે, તેમજ હાલ 8 દર્દી આઇશોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.

નોંધનીય છે કે, ગઈ કાલે પણ ચાર લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈ કાલે એક પુરુષ અને ત્રણ મહિલાઓ સ્વસ્થ રજા આપવામાં આવી હતી. ગઈ કાલે રાજ્યમાંથી 410 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જેની સામે 376 કેસ નવા નોંધાયા હતા. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 327 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

જ્યારે 26મી મેના રોજ 503 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. એમાં પણ અમદાવાદમાં 436 લોકો કોરોનામુક્ત બન્યા હતા. આમ, 26મી મેના રોજ ગુજરાતનો રીકવરી રેટ 48.13 ટકા થયો હતો. આ રીકવરી રેટમાં પણ વધારો થયો છે.