ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 800થી ઓછા કેસ નોંધાયા હતા. સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 834 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 2,29,977 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.


રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,44,258 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 799 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 7 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4302 પર પહોંચ્યો છે.

રાજ્યમાં રિકવરી રેટ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર હાલમાં 94.15 ટકા છે. સાથે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં હાલ 9979 એક્ટિવ કેસ છે, રાજ્યમાં હાલ 62 દર્દી વેન્ટીલેટર પર છે અને 9917 લોકો સ્ટેબલ છે. જ્યમાં અત્યાર સુધીમાં 95,98,108 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈ કાલે 54,708 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.