ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 799 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 7 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4302 પર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,44,258 પર પહોંચી છે.
રાજ્યમાં હાલ 9979 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,29,977 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 62 દર્દી વેન્ટીલેટર પર છે અને 9917 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં- 1, સુરત કોર્પોરેશનમાં-1 અને વડોદરામાં -1ના મોત સાથે કુલ 7 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 157, સુરત કોર્પોરેશનમાં 117, વડોદરા કોર્પોરેશનમાં 99, રાજકોટ કોર્પોરેશનમાં 69, સુરત 30, વડોદરા-29, કચ્છ-26, ભરુચ-16, મહેસાણા-16, પંચમહાલ-16, આણંદ-15, દાહોદ-15, ગાંધીનગર-12, ગાંધીનગર કોર્પોરેશન-12, ખેડા-11, મોરબી-11, સાબરકાંઠામાં 10 કેસ નોંધાયા છે.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 834 દર્દી સાજા થયા હતા અને 54,708 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 95,98,108 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.15 ટકા છે.
Gujarat Corona Cases update: રાજ્યમાં આજે 799 નવા કેસ નોંધાયા, વધુ 7નાં મોત સાથે મૃત્યુઆંક 4300ને પાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Dec 2020 07:48 PM (IST)
રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 9979 થઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ 2,29,977 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -