ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 423 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 25 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે આજે 861 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 17217 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 1063 થયો છે.


આજે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ - 314, સુરત- 39, વડોદરા- 31, ગાંધીનગર- 11, મહેસાણા-6, બનાસકાંઠા-3, રાજકોટ-3, સાબરકાંઠા-3, આણંદ-2, પોરબંદર-2, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, પાટણ, વલસાડ, સુરેન્દ્રનગરમાં 1-1 અને અન્ય રાજ્ય 2 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ 22, સુરત 2 અને અરવલ્લીમાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1063 પર પહોંચ્યો છે.

રાજ્યમાં જ્યારે આજે સૌથી વધુ 861 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 10780 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 5374 એક્ટિવ કેસ છે જેમાં 65 વેલ્ટીલેટર પર છે અને 5309 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 16 હજાર 258 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 2,41, 046 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,33,005 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 8041 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.