નવી દિલ્હી: રાજ્યસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. કોરોનાના કારણે મુલતવી રાખવામાં આવેલી રાજ્યસભાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત દેશની 18 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવતા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની 4 રાજ્યસભા બેઠકોની ચૂંટણી યોજાશે. 19 જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાશે અને એજ દિવસે પરીણામ પણ આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણી યોજાશે. કૉંગ્રેસમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભાજપે અજય ભારદ્વાજ, નરહરી અમિન અને રમીલા બારાએ ઉમેદવારી નોંધાવી છે.
ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jun 2020 06:23 PM (IST)
રાજ્યસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. કોરોનાના કારણે મુલતવી રાખવામાં આવેલી રાજ્યસભાની જાહેરાત કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -