ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 438 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 31 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે આજે 689 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 16794 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 1038 થયો છે.

આજે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ - 299, સુરત- 55, વડોદરા- 34, ગાંધીનગર- 13, સુરેન્દ્રનગર-5, બનાસકાંઠા-4, રાજકોટ-4, વલસાડ-4, પંચમહાલ-3, ખેડા-3, મહેસાણા-2, ભરૂચ-2, સાબરકાંઠા-2, અરવલ્લી, પાટણ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ અન્ય રાજ્યના -2 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ 20, પંચમહાલ 3, પોરૂંદર 2, સુરત 2 અને અમરેલી, અરવલ્લી, જામનગર અને રાજકોટમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1038 પર પહોંચ્યો છે.

રાજ્યમાં જ્યારે આજે 689 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 9919 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 5837 એક્ટિવ કેસ છે જેમાં 61 વેલ્ટીલેટર પર છે અને 5776 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 11 હજાર 930 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 2,44, 999 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,37,086 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 7913 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.