સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગરમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગારિયાધારના ચારોડિયા ગામમાં પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
ભાવનગર જિલ્લામાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતાં જેને લઈને આરોગ્ય વિભાગમાં દોડદામ મચી ગઈ હતી. ગારીયાધાર તાલુકાના ચારોડિયા ગામના 35 વર્ષના યુવકે કોરોના પોઝિટિવ આવ્યો છે. ચારોડિયા ગામનો યુવક 12 દિવસ પહેલા મુંબઈથી આવ્યો હતો.
ભાવનગરના આનંદનગરમાં 20 વર્ષ અને 23 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બંન્ને યુવકો અગાઉ આવેલા કેસના નજીકના સગા છે.
આજે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા, ત્રણેય યુવકોને કેવી રીતે રીતે લાગ્યો ચેપ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jun 2020 02:15 PM (IST)
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગરમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -