આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગર- 16, ભરુચ-7, જામનગર- 6, જુનાગઢ- 5, ભાવનગર 4, રાજકોટ 4, આણંદ-4, પાટણ-4, ખેડા 4, મહેસાણા 3, ગીર સોમનાથ 3, બનાસકાંઠા 2, અરવલ્લી 2, સુરેન્દ્રનગર 2, દેવભૂમિ દ્વારકા, 2, અમરેલી 2, મહીસાગર 1, સાબરકાંઠા 1, બોટાદ 1, દાહોદ 1, નવસારી 1, નર્મદા 1, મોરબી 1 અને અન્ય રાજ્યના 4 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 27 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 22, વડોદરા-2, આણંદ, ભરુચ અને ગાંધીનગરમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1516 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 17438 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 6149 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 વેલ્ટીલેટર પર છે અને 6080 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,03, 671 ટેસ્ટ કરવામાં આવ્યા છે.